ભારત-EU વચ્ચેની FTA ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનને વેગ આપશે:મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે જણાવ્યું હતું કે ભારત અને EU વચ્ચે થયેલી ઐતિહાસિક મુક્ત વેપાર સમજૂતી (FTA)ને વિશ્વ અને ભારતીય સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ માટે ‘ગેમ-ચેન્જર ડીલ’ તરીકે પણ ઓળખવામાં આવી રહી છે. આ સમજૂતીથી ફિલ્મ, ગેમિંગ, ફેશન, ડિજિટલ કન્ટેન્ટ, સંગીત અને ડિઝાઇન સહિત સર્જનાત્મક અર્થતંત્રને લાભ થશે. યુવાનો તથા આઇટી અને બીજા પ્રોફેશનલ્સ માટે પણ અસંખ્ય તકો ઉપલબ્ધ થશે.